હું શોધું છું

હોમ  |

લક્ષ્ય અને હેતુઓ
Rating :  Star Star Star Star Star   

અમરેલી શહેર વિસ્તારના નાગરિકોનાં જાનમાલનું રક્ષણ અને શહેર વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થા જાળવવાના મુખ્ય ઉદ્દેશ છે. આ માટે અમરેલી શહેરના પોલીસ કર્મચારીઓ અને અધિકારીઓ શહેરના પ્રજાજનોનો સાથ સહકાર મેળવી શહેરની અંદર સુલેહ શાંતિનું વાતાવરણ જળવાઇ રહે અને પ્રજાજનો નિશ્ચિતપણે તેમના સર્વાંગી વિકાસ સાધી શકે તેવો હેતુ ધરાવે છે.

અમરેલી જિલ્લા પોલીસ શિસ્ત, ફરજનિષ્ઠા, નીતિમત્તા અને પ્રામાણિકતા તેમ જ બંધારણીય મૂલ્યોનાં ઉચ્ચતંમ ધોરણો હાંસલ કરી, વિવેકબુદ્ધિ, નિર્ણાયકતા, સંવેદનશીલતા અને કરુણા સાથે સંપૂર્ણ ગુણવત્તાયુકત જનસેવાના આદર્શ સાથે જનસેવામાંકર્તવ્યપરાયણ રહી જાતિ-ધર્મ-ભાષા કે પ્રાદેશિક ભાવનાથી પર રહી મક્કમતા અનેપારદર્શકતા સાથે કાયદો વ્યવસ્થાની જાળવણી, ગુના નિવારણ અને શોધન તેમ જ કાનૂન અમલીકરણની જવાબદારીનો અસરકારકતા સાથે નિર્વાહ કરી રાજયમાં નિરંતર વિકાસ અને સમૃદ્ધિ માટે યોગ્ય ભયમુકત વાતાવરણનું નિર્માણ કરવા પ્રયત્નશીલ રહેશે. વીરતા અને કૌશલ્યથી ત્રાસવાદ, માનવમહત્તાને હાનિરૂપ પ્રવૃત્તિઓ, રાષ્ટ્રવિરોધી અને વિઘ્વંસક પ્રવૃત્તિનો સામનો કરી તેનું નિર્મૂલન કરી માનવતા વિરુદ્ધની આવી પ્રવૃત્તિ સામેસદૈવ જાગૃત રહેશે. વ્યાવસાયિક જ્ઞાન-નિપુણતામાં વધારો અને વિજ્ઞાન ટેકનોલોજીના પોલીસકાર્યમાં ઉપયોગથી તપાસની ગુણવત્તા અને વ્યવસ્થાની અસરકારતા વધારી કાયદાનુ શાસન સુદ્રઢ કરવા અવિરત પ્રયત્નશીલ રહેશે. સકારાત્મક અભિગમ સાથે કાયદાકીય જોગવાઈએ નાગરિકોને કેન્દ્રમાં રાખી પોલીસ કાર્યપદ્ધતિમાં ધરખમ અને પરિણામલક્ષી તેમ જ કાયમી ટકી રહે તે રીતે બદલાવ લાવી, વિનયવિવેકયુકત અને સુરુચિપૂર્ણ રીતભાત સાથે પોલીસ કામગીરીમાં જનસહયોગના માઘ્યમથી જનતકેદારી અને જનભાગીદારીથી ગુના નિવારણ, શોધન, માનવમહત્તાને હાનિરૂપ વ્યસનો વગેરેસામાજિક બદીના નિર્મૂલન માટે કાનૂની કાર્યવાહી ઉપરાંત યોગ્ય વાતાવરણ નિર્માણ માટેપ્રયત્નશીલ રહેશે અને કોમી સદભાવ તેમ જ એખલાસની ભાવના ઊભી કરી વિવિધ વર્ગો વચ્ચે ભાઈચારાની ભાવના જળવાઈ રહે તેની તકેદારી લેશે. ફરજમાં બિનપક્ષપાતી/તટસ્થ વલણ, મક્કમતા સાથે કાનૂન અમલીકરણ, જનઉત્તરદાયી પારદર્શક વ્યવસ્થા અને અન્ય વિભાગો સાથે આત્મીય સંકલન, માનવ અધિકાર પ્રત્યે આદર અને કાનૂન પ્રતિબદ્ધ નાગરિકોની અપેક્ષા-આકાંક્ષા પરિપૂર્ણ કરી પોલીસના વ્યવસાયને જનમાનસ પર ઊંચુ સ્થાન અપાવે તે રીતે ફરજ અદા કરી/ રાજય પોલીસના "સેવા, સુરક્ષા અને શાંતિ" ના ઘ્યેયને ચરિતાર્થ કરશે.

સને.ર૦૨૦-૨૦૨૧ ના વર્ષ માટે ક્રાઇમરેટ નીચામાં નીચો લાવવાનું લક્ષ્‍ય છે. તેમજ આધુનિક સમયમાં ઇન્ટરનેટના યુગમાં આ યુગ સાથે તાલ મીલાવી આધુનિક ઉપકરણો જી.પી.એ. સીસ્‍ટમ તથા સીસીટીવી કેમેરા શહેરના તમામ એન્ટ્રી તથા એકઝીટ ઉપર તેમજ જયા સૌથી વધુ ભીડ રહેતી હોય જગ્‍યાઓમા સીસીટીવી કેમેરા લગાવવામાં આવેલ છે. કંન્‍ટ્રોલ મોર્ડનાઇઝેશન અંતર્ગત નં.૧૦૦ ડાયલ હંન્‍ટીંગ લાઇન સાથે જોડી  ૪ (ચાર) જગ્‍યાએથી એક સાથે કંન્‍ટ્રોલ રૂમનો સંપર્ક કરી શકાશે જેથી અમરેલી જીલ્‍લાના નાગરીકોને મદદ મળી શકે.આધુનિક ઉપકરણો ની મદદથીગુનાઓનુ ડીટેકશન કરવા પણ અમરેલી પોલીસ સજજ છે.

 

 

 

 

 

Page 1 [2]
 

ઈ - નાગરિક
ઇ-મેલ આઇડી
પાસવર્ડ
Image Captcha
પાસવર્ડ ભુલીગયા ?

બનો ઈ - નાગરિક
ન્યુ યુઝર સાઈન અપ
ઈ - નાગરિક બનવાના ફાયદા
 

 આપની સેવામાં
ભાડુઆત/ઘરઘાટી નોંધણી ફોર્મ New!
પોલીસ સ્ટેશન શોધો
જન સેવા કેન્‍દ્ર 
ભારતીય પાસપોર્ટ
નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ
પોલીસ ક્લીયરન્સ સર્ટિફિકેટ
સીનીયર સિટીઝન માટે
પોલીસ સેવાઓ
ફોર્મ્સ
આપત્તિ  વેળાએ
તસવીરો
--- તત્કાલ સેવાઓ ---
હોસ્પિટલો / ડોક્ટરોની યાદી
અન્ય ટેલિફોન નંબરો

 

 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

 વિગતવાર જુઓ
 
 

   ડિસક્લેઇમર      |     પ્રતિભાવ

Last updated on 14-09-2020