હું શોધું છું

હોમ  |

જીલ્‍લાની પ્રસ્તાવના
Rating :  Star Star Star Star Star   

ઈ. સ.૪૬૭ માં ગુપ્ત સમ્રાટ સ્કંદગુપ્તના મૃત્યુ બાદ તેમના સામંતો માંડલિકો અને સૂબાઓ સ્વતંત્ર થયા તે પૈકીના એક સેનાપતિ ભટોકે ઈ. સ. ૪૭૦માં વલભીપુરમાં સત્તા હાંસલ કરેલ, આ સત્તા ત્રણ વર્ષ સુધી ચાલેલી, આ વંશનો અંત થયા પછી અમરેલી જિલ્લો સોલંકી યુગમાં ચૂડાસમાં અને ઉમરાળાના ગોહિલોના હાથમાં હશે, અમરેલી વિસ્તારમાંથી મળી આવેલ મૈત્રક રાજાના ઈ.સ.પ૩૪ થી ૬૧૬ સુધીનાં તામ્રપત્રો અમરેલીને મહાનગર વર્ણવામાં આવતું હતું.

તામ્રપત્રમાં અમરેલીનો ઉલ્લેખ "અમલિક" તરીકે થયો છે, અમરેલી જિલ્લાની રચના થયા અગાઉ આશરે ૧પ૦ વર્ષ સુધી આ જિલ્લાને વડોદરાના ગાયકવાડ અને જૂનાગઢના નવાબો સાથે સંબંધો હતા ઈ. સ. ૧૮૧૧માં જૂનાગઢના નવાબ હમીદખાનનું મરણ થતાં ગાદીનો ઝઘડો શરૂ થયો, જૂનાગઢની ગાદી ગાયકવાડ સ્ટેટે જીતી લીધી, ત્યાર બાદ અમરેલી, દામનગર, શિવાનગર ઉપર જૂનાગઢની જોહુંકમી હતી તે જતી રહી અને ગાયકવાડે ગાયોને ખાટકીવાડેથી બચાવેલી ત્યારથી તેની ગાયકવાડ પડી ગયેલી, અંગ્રેજ ઈતિહાસ કાળ કન્નડ ટોડ ઈ.સ.૧૮રર-ર૩ દરમ્યાન સૌરાષ્ટ્રના પ્રવાસે આવેલ ગારિયાધાર થઈને અમરેલી આવેલ, એ વખતે તેની સૂચના અનુસાર અમરેલીની ફરતે દીવાલ બનાવેલ હતી જે આજે પણ મોજૂદ છે, એ વખતે અમરેલીમાં ર૦૦૦ મકાનો હતાં, એ વખતમાં કલેકટરને સૂબા કહેવામાં આવતા અને પાંચ તોપની સલામી આપવામાં આવતી હતી, બુસ્લેટ નામની વ્યક્તિએ સને-૧૮૯૩-૯૪ માં દામનગર, ખીજડિયા,નિંગાળા, ખોડીયાર મંદિર શિવડ, કુબડા વગેરે ગામોમાંથી પાષાણયુગના અંતિમ અવશેષો શોધી કાઢેલા હતા, એ અવશેષો પરથી લાગે છે કે, ૧ર૯૯થી ૧૮૯૬ના મઘ્યયુગ પછી મોગલ સત્તાનો અસ્ત થયા પછી અકબર વખતનો અમરેલી મહાલ મહંમદ બેગડાએ (૧૪પ૮થી ૧પ૧૪) એ જીતી લીધો હશે એ વખતે અમરેલીના રાજા જેશોજી અને વેજાજી બહારવટે નીકળેલ હતા, ગાયકવાડ સતાની શરૂઆત ખંડેરાવના દૂરના સગા ગોપાલરાવને ૧૮પ૭માં દત્તક લીધા અને તેને "સયાજીરાવ" નામ આપવામાં આવ્યું અને ૧૮૮૧માં રાજ્યાભિષેક થયો અને ૧૯૩૯માં અવસાન થયું.

ત્યાર બાદ સને-૧૮૭૭માં અમરેલીમાં પ્રથમ નગરપાલિકાની સ્થાપના થયેલ હતી, ૧૮૮૦માં રેસિડેન્ડ કર્નલ વિલિયમ બેકરના પ્રયાસથી પ્રથમ લાઇબ્રેરી ચાલુ કરેલ જે હજુ મોજૂદ છે, ૧૮પ૬થી ૧૮૭૦ ના સમય દરમ્યાન અમરેલીમાં પ્રથમ પોષ્ટઓફિસની શરૂઆત કરેલ, આ સમય દરમ્યાન સને- ૧૯પ૬માં રેલવેસ્ટેશનની શરૂઆત થયેલી અને આ જ સમયમાં ૧૯૧૬માં પ્રથમ વખત અમરેલીની મુલાકાતે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજી આવેલા ત્યાર બાદ સને-૧૯રપમાં પણ મુલાકાત લીધેલી, શ્રીમંત સયાજીરાવ મહારાજે ફરજિયાત શિક્ષણ ૧પ વર્ષના બાળકને શિક્ષણનો સફળ પ્રયોગ કર્યો અને ૧૯૦૬માં ફરજિયાત શિક્ષણનો કાયદો સમગ્ર વડોદરા રાજ્યમાં લાગુ પાડેલ હતો, સમય જતાં સને- ૧૯૩૯માં રજવાડાં નાબૂદ થયાં અને ૧૯૪૭માં ભારતે વિદેશી શાસનથી મુક્તિ મેળવી અને ૧૯૪૯માં અમરેલી પ્રાંતનું મુંબઈ રાજ્યમાં વિલીનીકરણ થયું, એ વખતે મુંબઈ રાજ્યના નાણામંત્રી ડો.જીવરાજભાઈ મહેતાં જેઓ અમરેલીના વતની હતા, અને તેમની આવડત તથા વતનપ્રેમના હિસાબે તેઓની મહેનતના લીધે અમરેલી જિલ્લો એક સ્વતંત્ર જિલ્લા તરીકે ૧લી, જુલાઈ સને- ૧૯પ૯થી અસ્તિત્વમાં આવ્યો અને ગુજરાતના પ્રથમ મુખ્યમંત્રી પણ અમરેલીના ડો.જીવરાજભાઈ મહેતા બન્યાં હતા.

 

ઈ - નાગરિક
ઇ-મેલ આઇડી
પાસવર્ડ
Image Captcha
પાસવર્ડ ભુલીગયા ?

બનો ઈ - નાગરિક
ન્યુ યુઝર સાઈન અપ
ઈ - નાગરિક બનવાના ફાયદા
 

 આપની સેવામાં
ભાડુઆત/ઘરઘાટી નોંધણી ફોર્મ New!
પોલીસ સ્ટેશન શોધો
જન સેવા કેન્‍દ્ર 
ભારતીય પાસપોર્ટ
નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ
પોલીસ ક્લીયરન્સ સર્ટિફિકેટ
સીનીયર સિટીઝન માટે
પોલીસ સેવાઓ
ફોર્મ્સ
આપત્તિ  વેળાએ
તસવીરો
--- તત્કાલ સેવાઓ ---
હોસ્પિટલો / ડોક્ટરોની યાદી
અન્ય ટેલિફોન નંબરો

 

 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

 વિગતવાર જુઓ
 
 

   ડિસક્લેઇમર      |     પ્રતિભાવ

Last updated on 25-09-2007