હું શોધું છું

હોમ  |

સાફલ્યગાથા
Rating :  Star Star Star Star Star   

ગઇ તા.૩૦.૧૧.૧૩ ના સાંજના ૧૬.૩૦ વાગયે લીલીયા પો.સ્‍ટે. વિસ્‍તારના ગુંદરણ ગામે બે કાઠી યુવાનોની કપરીણ હત્યાનો બનાવ બનેલ લીલીયા પો.સ્‍ટે. ફ.ગુ.ર.ન.૧૬/૨૦૧૩ આઇ.પી.સી. ક.૧૪૩,૧૪૭,૧૪૮,૧૪૯, ૩૦૨,૩૪ તથા આર્મસ એકટ ૨૫(૧) બી,એ તેમજ બી.પી.એકટ -૧૩૫ મુજબની ભરતભાઇ પવનભાઇ ખુમાણ સરપંચ ગુંદરણ ગામ તથા તેમના મોટાભાઇ  અજીતભાઇ પવનભાઇ ખુમાણ રે.બંન્‍ને ગુંદરણ જેમા  આરોપી તરીકેના (૧)મામદ નુરૂ સંધી (૨)ઇમરાન મામદ  (૩) સલીમ અબ્દુલ (૪)પાલીદ મામદ (૫)દીનુ ભીખુ (૬)ઓસમાણ નુરૂ (૭) હકીમ નુરૂ (૮)સુમાર અબ્દુલ (૯)યુનુસ મનુ  (૧૦) ઇસ્માઇલ ઉર્ફે મુન્નો યુનુસભાઇ તેમજ ત્રણ અજાણ્યા ઇસમો રહે.ગુંદરણનાઓ  ભેગા મળી પુર્વ આયોજીત કાવતરૂ રચી તીક્ષ્ણ હથીયાર બંદુક, તલવાર, ધારીયા, કુહાડી, જેવા હથીયારો ધારણ કરી બંન્‍ને ભાઇઓ ઉપર હુમલો કરી લીલીયા પો.સ્‍ટે.મા  ઉપર મુજબનો ડબલ મર્ડર નો ગુન્‍હો રજીસ્‍ટર થયેલ, અને આ ગુન્‍હો આચરી આરોપીઓ ફરાર હોય, જેને તાત્‍કાલીક શોધી કાઢવા માટે અમરેલી જિલ્‍લા પોલીસ ધ્‍વારા તેમજ ભાવનગર, જુનાગઢ જિલ્લાઓમા નાકાબંધી કરી, જિલ્લાના તમામ પો.સ્‍ટે. તથા બ્રાન્‍ચોના અધિકારીશ્રીઓને આરોપીઓને તાત્કાલીક પકડવા માટે કવાયત શરૂ કરેલ તેમજ જિલ્‍લાના અધિકારીશ્રીઓની અલગ અલગ ટીમો બનાવી આરોપીને શોધી કાઢવા માટે પ્રયત્‍નો કરેલ તેમજ તપાસ દરમ્‍યાન આરોપીઓના બંધ મકાનોની પંચો રૂબરૂ ઝડતી તપાસ કરતા તેમના ધરમાંથી દેશી હાથ બનાવટની જામગરી (બંદુક) નંગ-૩, આ ગુન્‍હામા વપરાયેલ તલવાર, ગુપ્‍તી, લોખંડની પાઇપ વિગેરે કબ્‍જે કરવામા આવેલ. તેમજ ગુન્‍હા વાળી જગ્‍યાએથી બાર બોરનો કાર્ટીસ પણ તપાસના કામે કબ્‍જે કરવામા આવેલ છે.

                                અને આ ટીમો ધ્‍વારા  આરોપીઓની તપાસ ઝુબેશ અલગ અલગ દિશામા ચાલુ કરેલ હતી. દરમ્‍યાનમા પોલીસ તેમજ આગેવાનોની સચોટ બાતમી આધારે બાતમી વાળી જગ્‍યાએ સાવરકુંડલા તાલુકાના કેદારીયા ગામથી કાત્રોળી ગામ તરફ જવાના જુના ગાડા રસ્‍તે જંગલખાતાની હદ પાસે ગોમતી વાળા નહેરામાંથી, આ ગુન્‍હામા સંડોવાયેલ આરોપીઓને દબોચી દેવામા આવેલ છે. જેમા ગુન્‍હોમા સંડોવાયેલ અને ફરીયાદમા જણાવેલ આરોપીઓ પૈકી (૧) મામદભાઇ નુરમામદભાઇ દલ જાતે- સંધી (૨) ઇમરાનભાઇ મામદભાઇ દલ જાતે- સંધી (૩) ખાલીદભાઇ મામદભાઇ દલ જાતે- સંધી (૪) સલીમભાઇ અબ્‍દુલભાઇ દલ જાતે- સંધી (૫) હકીમભાઇ નુરમામદભાઇ દલ જાતે- સંધી (૬) દિનમામદ ભીખુભાઇ દલ જાતે- સંધી (૭) યુનુસભાઇ મનુભાઇ લાખેપોટા જાતે- સંધી મળી કુલ- ૭ આરોપીઓને ઉપરોકત ડબલ મર્ડરના કામે લાવી હાલ ધનીષ્‍ઠ પુછપરછ ચાલુ  કરી, આ ગુન્‍હાના કામે અટક કરવાની કાર્યવાહી કરેલ છે.  અને આ ગુન્‍હામા વપરાયેલ મોટરસાયકલ નંગ-૨, તેમજ દેશી હાથ બનાવટના તમંચા  સાથે ઉપરોકત છાપાવાળી જગ્‍યાએથી કબ્‍જે કરવામા આવેલ છે. તેમજ સાખપુર ગામની સીમમા ડુંગરાળ વિસ્‍તારમા છાપો મારી બાકી રહેલ આરોપીઓ પૈકીના (૧) ઇસ્‍માઇલ ઉર્ફે મુન્‍નો યુનુસભાઇ લાખેપોટા રે.મુળીયાપાર (ર) સુમારભાઇ અબ્‍દુલભાઇ દલ રે.ગુંદરણ (૩) ઉસ્‍માનભાઇ નુરમામદભાઇ દલ રે.ગુંદરણ વાળાને પકડી પાડી ધોરણસર કાર્યવાહી કરેલ છે. 

                આમ આ ગુન્‍હાની આરોપીઓને અમરેલી જીલ્‍લા પોલીસ ધ્‍વારા ગણતરીના દિવસોમા ચર્ચાસ્‍પદ ડબલ મર્ડરના આરોપીઓને ઝડપી પાડી, સરાહનીય કામગીરી કરેલ છે.

 

 

ઈ - નાગરિક
ઇ-મેલ આઇડી
પાસવર્ડ
Image Captcha
પાસવર્ડ ભુલીગયા ?

બનો ઈ - નાગરિક
ન્યુ યુઝર સાઈન અપ
ઈ - નાગરિક બનવાના ફાયદા
 

 આપની સેવામાં
ભાડુઆત/ઘરઘાટી નોંધણી ફોર્મ New!
પોલીસ સ્ટેશન શોધો
જન સેવા કેન્‍દ્ર 
ભારતીય પાસપોર્ટ
નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ
પોલીસ ક્લીયરન્સ સર્ટિફિકેટ
સીનીયર સિટીઝન માટે
પોલીસ સેવાઓ
ફોર્મ્સ
આપત્તિ  વેળાએ
તસવીરો
--- તત્કાલ સેવાઓ ---
હોસ્પિટલો / ડોક્ટરોની યાદી
અન્ય ટેલિફોન નંબરો

 

 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

 વિગતવાર જુઓ
 
 

   ડિસક્લેઇમર      |     પ્રતિભાવ

Last updated on 09-12-2013