અમરેલી જીલ્લામાં ચાલતી વેલ્ફેર પ્રવૃતીઓ
૧) પોલીસ કોમ્યુનીટી હોલ:-
હાલ અત્રેના જીલ્લે પોલીસ કોમ્યુનીટી હોલ ઉપલબ્ધ તથા કાર્યરત છે જેમા અમરેલી જીલ્લા પોલીસની તમામ પ્રવૃતીઓ તથા કાર્યક્રમો હાથ ધરવામાં આવે છે. જેમાં યોગ, પ્રાણાયામ શિબીર બદલી થયેલ/બદલી પર આવેલ અધિકારી/કર્મચારીઓના વિદાયમાન/આવકારના કાર્યક્રમો, પોલીસ ખાતાને લગતા સેમીનાર, તાલીમ કાર્યક્રમો તેમજ હેલ્ય ચેક અપ કાર્યક્રમ પણ યોજવામાં આવે છે. જીલ્લાના તમામ અધિકારીઓ/કર્મચારીઓના સારા માઠા પ્રસંગો વખતે તમામને વહેલા તે પહેલાના ધોરણે નિયત દરેથી ભાડે આપવામાં આવે છે.
પોલીસ કોમ્યુનીટી હોલ ખાતે નીચે મુજબની સુવીધાઓ ઉપલબ્ધ છે.
- જમણવાર માટેના વાસણોના સેટ નંગ-૫૦૦
- સુવા બેસવા માટેના ગાદલા,ચાદર,ઓસીકા સેટ નંગ-૫૦
- બેસવા માટેની ફાઇબર ખુરશીઓ નંગ-૨૦૦, ફોલ્ડીંગ ટેબલ નંગ-૫૦
- બુફે કાઉન્ટર નંગ-૨, ગેસના ચુલા નંગ-૪ તેમજ રસોઇ બનાવવા માટેના વાસણો
ઉપરાંત કોમ્યુનીટી હોલના કંપાઉન્ડમાં બેડમીન્ટનકોર્ટની સુવિધા પણ ઉપલબ્ધ કરવામાં આવેલ છે.
પોલીસ કોમ્યુનીટીહોલની સાફ સફાઇ માટે હંગામી ધોરણે સ્વીપરની નિમણુંક કરવામાં આવેલ છે અને તેને માસીક રૂ.1000/-(અંકે રૂપીયા એક હજાર પુરા) વેતન વેલ્ફેર ફંડમાંથી ચુકવવામાં આવે છે.
૨) પોલીસ ડીસ્પેન્સરી:-
પોલીસ હેડ કવાટર્સ અમરેલી ખાતે ડીસ્પેન્સરીની સુવિધા ઉપલબ્ધ છે. આ ડીસ્પેન્સરીમાં ડૉ. શ્રી એચ.કે.ગાંધી માનદ વેતનથી સેવા આપે છે.
- વેલ્ફેર સંચાલીત પોલીસ ડીસ્પેન્સરીના શ્રી એચ.કે.ગાંધીને દૈનિક રૂ.૫૦/-(અંકે રૂપીયા પચાસ પુરા) લેખે માનદ વેતન ચુકવાય છે.
- ડૉ.શ્રી નાઓના માનદ વેતનની ગ્રાન્ટ કમીશ્નરશ્રી આરોગ્ય (તબીબી સેવાઓ) ગાંધીનગર તરફથી ફાળવવામાં આવે છે.
- દવાખાના માટે જરૂરી દવાઓનું ઇન્ડેન ભરી ઓનલાઇન મોકલવામાં આવે છે અને દવાઓ સિવિલ સપ્લાય ગોડાઉન શાહીબાગ અમદાવાદથી મેળવવાની રહે છે.
૩) શિવણ કેન્દ્ર:-
અમરેલી પોલીસ હેડ કવાટર્સ ખાતે મહીલાઓ માટે શિવણ કેન્દ્ર ચાલુ છે. જેમાં પોલીસ પરીવારોની સ્ત્રીઓને શિવણકામ, ભરતકામ વિગેરે શિખવવામાં આવે છે. આ માટે શિવણ શિક્ષીકાને દર માસે રૂ.૧૦૦૦/-નું માનદ વેતન ચુકવવામાં આવે છે.

૫) પ્રાથમિક શાળા તથા બાલ મંદિર:-
પોલીસ હેડ કવાટર્સ ખાતે પ્રાથમિક શાળા તથા બાલમંદિરની સુવિધા ઉપલબ્ધ છે અને તેનો લાભ પોલીસ પરીવારના બાળકોને મળે છે શાળા બાલમંદિરનું સંચાલન નગર પ્રાથમિક શિક્ષણ અધિકારી નગરપાલીકા અમરેલી તરફથી કરાવામાં આવે છે. ફકત શાળાના મકાનની જાણવણી સમારકામ પોલીસ ખાતા તરફથી કરવામાં આવે છે.
૬) મેડીકલ લોન:-
અત્રેના જીલ્લામાં પોલીસ અધિકારી/કર્મચારીઓને તથા તેમના પરીવારજનોને ગંભીર બિમારી જેવી કે હાર્ટ એટેક,કીડની,કેન્સર તથા અન્ય બિમારીના કીસ્સામાં તાત્કાલીક મદદ આપવાના હેતુસર પોલીસ વેલ્ફેર ફંડમાંથી વડી કચેરીના આદેશ મુજબ મેડીકલ લોન નિયમાનુસાર વ્યાજુકી લોન આપવામાં આવે છે.
૭) કોમ્પ્યુટર લોન:-
અત્રેના જીલ્લામાં પોલીસ અધિકારી/કર્મચારીઓના બાળકોને ઉચ્ચ અભ્યાસ અર્થે કોમ્પ્યુટરનું જ્ઞાન મળી રહે તે હેતુસર વડી કચેરીના આદેશ મુજબ વ્યાજુકી કોમ્પ્યુટર લોન રૂ.૪૦૦૦૦/-(અંકે રૂપીયા ચાલીસ હજાર પુરા)ની મર્યાદામાં ચુકવવામાં આવે છે.
૮) મંગળસુત્ર લોન:-
અત્રેના જીલ્લામાં પોલીસ અધિકારી/કર્મચારીઓના સંતાનોના શુભ લગ્નપ્રસંગ નિમીતે વડી કચેરીના આદેશ મુજબ તાત્કાલીક આર્થીક સહાય મળી રહે તે હેતુ સર પુત્રીના લગ્ન સબબ રૂ.૫૦૦૦૦/-(અંકે રૂપીયા પચાસ હજાર પુરા) અને પુત્રના લગ્ન સબબ રૂ.૨૫૦૦૦/-(અંકે રૂપીયા પચીસ હજાર પુરા) વ્યાજુકી મંગળસુત્ર લોન આપવામાં આવે છે.
૯) ચશ્મા સહાય:-
અત્રેના જીલ્લામાં પોલીસ અધિકારી/કર્મચારીઓને વડી કચેરીના આદેશ મુજબ માંગણી મુજબ ચશ્મા સહાય પેટે રૂ.૨૦૦૦/- પ્રતી ત્રણ વર્ષ આપવામાં આવે છે.
૧૦) બંધુત્વ સહાય:-
અત્રેના જીલ્લામાં વડી કચેરીના આદેશ મુજબ તમામ પોલીસ અધિકારી /કર્મચારીઓને બંધુત્વ સહાય યોજના હેઠળ રૂ.૧૦૦૦૦૦/-(અંકે રૂપીયા એક લાખ પુરા) મૃત્યુના કિસ્સામાં મરણોત્તર સહાય પેટે ચુકવવામાં આવે છે.
૧૧) હેલ્થ કાર્ડ:-
અત્રેના જીલ્લામાં પોલીસ અધિકારી/કર્મચારીઓ તેમજ તેમના પરીવારના ફેમીલી હેલ્થ કાર્ડ પણ આપવામાં આવેલ છે. વર્ષ ૨૦૧૯માં અધિકારી/કર્મચારી તેમજ પરીવારજનોની મેડીકલ હેલ્થ ચેક અપ કરવામાં આવેલ છે.
૧૨) સીપીસી ગુજરાત પોલીસ કેન્ટીન અમરેલી:
અત્રેના જીલ્લામાં પોલીસ હેડ કવાટર્સ અમરેલી ખાતે સીપીસી ગુજરાત પોલીસ કેન્ટીનના નામથી કેન્ટીન તા.૦૫/૨/૨૦૧૫ થી શરૂ કરવામા આવેલ છે. જેનો લાભ અત્રેના જીલ્લાના પોલીસ દળ તથા સિવિલીયન સ્ટાફ જીવન જરૂરી ચીજવસ્તુ ખરીદી માટે મેળવે છે.