પોલીસ અધિક્ષક, અમરેલી
http://www.spamreli.gujarat.gov.in

પોલીસ કલીયરન્સ સર્ટિફિકેટ માટેના હકક

4/25/2024 1:01:18 AM

પોલીસ કલીયરન્સ સર્ટિફિકેટ માટેના હકક

વિદેશ જવા ઇચ્છતા અત્રેના જીલ્લમાં રહેતા ભારતીય નાગરિકને પોલીસ કલીયરન્સ સર્ટિફિકેટની જરૂરીયાત હોય ત્યારે પાસપોર્ટ વિભાગ દ્વારા આ માટે કાર્યરત સાઈટ www.passportindia.gov.in મારફતે ઓન લાઈન ફોર્મ ભરવાનું હોય છે ફોર્મ ભર્યા બાદ જણાવ્યા મુજબની ફી ભરી જાતે પોતાની સુવિદ્યા મુજબના પાસપોર્ટ સેવા કેંદ્ર અને તારીખ, સમય પસંદ કરી એપોઈન્ટમેન્ટ લેવાની હોય છે. અરજદારે જાતે નક્કી કરેલ પાસપોર્ટ સેવા કેંદ્ર ખાતે તે જ મુજબના તારીખ, સમયે જરૂરી દસ્તાવેજો સાથે ઉપસ્થિત રહી આગળની કાર્યવાહી કરવાની રહે છે. આ માટેની પાસપોર્ટ વિભાગ દ્રારા કરવામાં આવતી કાર્યવાહી અને તેની વધુ સમજ માટે તેઓની વેબ સાઈટ www.passportindia.gov.in પરથી માહિતી મેળવી શકાય છે.

વિદેશ જવા ઇચ્છતા અત્રેના જીલ્લમાં રહેતા ભારતીય નાગરિકને પોલીસ વેરીફીકેશન સર્ટિફીકેટ ની જરૂરીયાત હોઇ, ત્યારે અરજદાર અત્રેની કચેરીએ પોતાની અરજી તથા એમ્બેસીનો રીકવાયર લેટર, પ-ફોટા, પાસપોર્ટની નકલ સાથે રજીસ્ટ્રી શાખામાં અરજી આપવાની થાય છે. ત્યાર બાદ તેનું વેરીફીકેશન જે તે પોલીસ સ્ટેશન મારફતે વેરીફીકેશન થયા બાદ અત્રેથી PVC ઇશ્યુ કરવામાં આવે છે. આ બાબતે કોઇ ફી લેવામાં આવતી નથી