પોલીસ અધિક્ષક, અમરેલી
http://www.spamreli.gujarat.gov.in

ક્રાઇમ રીપોર્ટીંગ

7/3/2025 9:07:44 PM

અત્રેનાં જિલ્લાનાં ૨૧ - પોલીસસ્ટેશનમાં રોજેરોજ નોંધાતા ગુનાની વિગત વાયરલેસ મેસેજ, ફેકસ મેસેજ, ઇ-મેઇલ મેસેજ દ્વારા અત્રેના કંટ્રોલરૂમ ખાતે આપવામાં આવે છે. જેમાંથી મોર્નિંગ રિપોર્ટ બનાવી પોલીસ અધીક્ષકશ્રીનાઓ સમક્ષ રજૂ કરવામાં આવે છે.તેમજ હાલ ઓનલાઈન ડી.આર કરવામાં આવે છે તથા જે માહિતીની વડી કચેરીઓને જાણ કરવાની થતી હોઈ તે કચેરીઓને ફેકસ / ઇ-મેઇલ દ્વારા જાણ કરવામા આવે છે                                                                                 

અત્રેની રીડર શાખા દ્વારા નીચે મુજબનાં માસિક તેમ જ વાર્ષિક પત્રકો તૈયાર કરવા સારુ દરેક પોલીસ સ્ટેશનથી નિયત નમૂનામાં માહિતી મંગાવવામાં આવે છે. તથા આ પત્રકો તૈયાર કરી વડી કચેરીઓમાં મોકલી આપવામાં આવે છે.                                                                                                                             ·        

  • માસિક પત્રકો.

o    ક્રાઈમ રિપોર્ટિંગ.

o    માસિક ક્રાઈમ રિવ્યૂ.

o    માસિક ક્રાઈમ આંકડાકીય માહિતીપત્રક એ ટુ એલ.

o    માસિક કાયદોવ્યવસ્થાનાં પત્રક.

o    માસિક પોલીસ મેન્યુઅલ ભાગ-૩ નિયમ પ૭૧ (ત્રણ)ના એપેન્ડિક્સ-૧ મુજબ નમૂના નં. ૩૯થી ૪રનાં પત્રકો

o    માસિક ક્રાઈમ ઈન ગુજરાત પાર્ટ ૧થી પ મુજબનાં પત્રકો.

o    માસિક રોડ અકસ્માતની માહિતી.

o    વિધાનસભા/ સંસદગૃહ સત્ર દરમ્યાન પુછાયેલ આર.એસ.કયુ./ એલ.એસ.કયુ.ના જવાબ પાઠવવાની કામગીરી.

o    માસિક ક્રાઈમ કોન્ફરન્સનાં પત્રકો

  • વાર્ષિક પત્રકો.

o    ક્રાઈમ ઈન ઈન્ડિયાનાં વાર્ષિક પત્રકો.

o    વાર્ષિક વહીવટી અહેવાલ.

o    રોડ અકસ્માતનાં વાર્ષિક પત્રકો.

o    સ્યૂસાઈડ એન્ડ ડેથનાં વાર્ષિક પત્રકો.

તેમ જ જિલ્લાના પોલીસ અધિકારીઓની આવેલ વિકલી ડાયરી ઉપર ચેક લેવા, દૈનિક રિપોર્ટ ઉપર ચેક લેવા અને ઉચ્ચ અધિકારીશ્રીઓ તરફથી માગવામાં આવતી આંકડાકીય માહિતી તેમજ ગુનાઓને લગતા અહેવાલ પાઠવવા અંગેની કામગીરી રીડર શાખા દ્વારા કરવામાં આવે છે.